Saturday 24 September 2016

ઝિંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન”


૨૦૧૬ માં દુનિયા માં ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી ગ્રસ્ત છેજેમાં થી ફક્ત ૧.૬ કરોડ લોકો જ એચ.આઈ.વી ની સારવાર લઇ રહયા છે૨૦૧૪ માં ૨૦ લાખ લોકો ને એચ.આઈ.વી નો નવો ચેપ લાગ્યો છે

        ગુજરાત માં સૌથી વધારે એચ.આઈ.વી ની સમસ્યા ધરાવતા સુરત શહેર માં સુરત ના એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિસમાજ સેવકો અને ડોકટરો ના સંયુક્ત પ્રયાશો દ્વારા રાહત દરે સેવા આપતી ઝિંદગી ફાઉન્ડેશન ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન સંસ્થાનું રજિસ્ટ્રેશ મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપના ૧ ડીસેમ્બર ૨૦૧૫વિશ્વ એઇડ્સ દિવસ ના દિને કરવા માં આવી હતી.

ઝિંદગી ફાઉન્ડેશન ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન નો ઉદેશ્ય ૨૦3૦ સુધી માં ગુજરાત માં નવા એચ.આઈ.વી નો ચેપ ન્યૂનતમ કરવોએઇડ્સ ને કારણે મૃત્યુ ની સંખ્યા શૂન્ય કરવી અને એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિ સાથે થતા ભેદભાવ દૂર કરવા.

સંસ્થા નો લક્ષ્ય ૨૦3૦ સુધી માં  ૯૦-૯૦-૯૦ નો લક્ષ્ય હાંસલ કરવાનો છે૯૦-૯૦-૯૦ જેનો અર્થ છે કે ૨૦3૦ સુધી માં ગુજરાત માં જેટલા લોકોને એચ.આઈ.વી છે તેમાં ના ૯૦ ટકા લોકો નું એચ.આઈ.વી નું નિદાન કરવું અને વ્યક્તિ ને જાણ કરવી  કે એચ.આઈ.વી ગ્રસ્ત છેહાલ માં ગુજરાત માં રહેલા કુલ એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિ માંથી અંદાજે ફક્ત ૭૦ ટકા જ લોકો જાણે છે કે તેમને એચ.આઈ.વી નો ચેપ લાગેલ છે૨૦૩૦ સુધી માં જેટલો લોકો નું એચ.આઈ.વી ગ્રસ્ત લોકો નું  નિદાન થાય તેમાં થી ૯૦ ટકા લોકો ને એચ.આઈ.વી ની દવા અને નિયમિત સારવાર પર મુકવાહાલ માં જે લોકો ને જાણ છે તેમાં થી અંદાજે ફક્ત ૪૦ ટકા લોકો જ નિયમિત યોગ્ય દવા લઈ રહયા છેઅને  જે વ્યક્તિ ની સારવાર ચાલતી હોય તેમાંથી ૯૦ ટકા લોકો માં એચ.આઈ.વી ના વાયરસ ને કાબુ માં રાખી ન્યૂનતમ સ્તરે રાખી સ્વસ્થ અને સંપૂણ જીવન અપાવવુંહાલ માં જે લોકો ની દવા ચાલે છે તેમાંથી અંદાજે ફક્ત ૩૦ ટકા દર્દીઓ માં જ વાયરસ પર કાબુ રાખી ન્યુનતમ સ્તરે છે.

ફાઉન્ડેશન નો ઉદેશ્ય ૨૦૩૦ સુધી માં ગુજરાત માંથી એચ.આઈ.વી ની મહામારી નો અંત લાવી ગુજરાત માં એચ.આઈ.વી ની સમસ્યા ભારત ખાતે ન્યુનતમ કરવી.

આ સંસ્થા દ્વારા જુદા જુદા પ્રોગ્રામો દ્વારા એચ.આઈ.વી સંબંધિત વિના મુલ્યે વિવિધ સેવાઓ આપવા માં આવશે જેમાં મેરેજ બ્યુરો વિવાહ”, કાઉન્સેલિંગ જાણકારી એ જ ઈલાજ”, જન જાગૃતિ સંયમ અને સુરક્ષાએચ.અએ.વી અને એઇડ્સ સામે રક્ષા”, એચ.આઈ.વીગ્રસ્ત લોકો ને સક્ષમ અને સ્વનિર્ભર બનાવવામાનસિક અને સામાજિક રીતે આધાર આપવોગેર માન્યતાઓ અને તેને લગતા ભેદભાવો દુર કરવાએચ.આઈ.વી અને એઇડ્સ ની સારવાર માં વપરાતી દવા માં ૫૦ ટકા સુધી રાહત આપવા માં આવે છેગરીબ દર્દી ઓ માટે વહેલું નિદાનસ્વસ્થ અને સંપૂણ જીવન” કાર્યકમ અંતર્ગત એચ.આઈ.વી ની લેબોરેટરી તપાસ વિના મુલ્યે કરી આપવા માં આવશેચાલો સૌવ સાથે મળી ને ૨૦૩૦ સુધી માં ગુજરાત ને એચ.આઈ.વી અને એઇડ્સ મુક્ત કરવા સંકલ્પ કરીએ.

       ઘણી વખત એવું જોવામાં આવતું હોય છે કે એચ.આઈ.વી ના દર્દીઓ એચ.આઈ.વી નું સાહિત્ય પોતાની સાથે રાખતા અચકાતા હોય છે કે જો કોઈ જોઈ જશે તો તેમની એચ.આઈ.વી ની બીમારી વિશે લોકોને ખ્યાલ આવી જશે અને આ ડરથી દર્દી એચ.આઈ.વી ની માહિતી એચ.આઈ.વી નું સાહિત્ય દ્વારા લેવાથી દુર રહેતા હોય છેઅમુક વખત પુરતી માહિતી ના હોવાથી દર્દી ને ઘણી મોટી કીમત પોતાના સ્વાસ્થ્ય ના સ્વરૂપ માં ચૂકવી પડતી હોય છે. એચ.આઈ.વી વિશે ઈન્ટરનેટ પર અંગ્રેજી ભાષા માં તો પુષ્કળ માહિતી છે પરંતુ  આઆપણા ગુજરાત રાજ્ય ના કરોડો લોકો અંગ્રેજી માહિતી ના જાણકાર ના હોવાને કારણે એચ.આઈ.વી ની યોગ્ય માહિતી મેળવી શકતા ના હતા. આ જ તકલીફ ના સમાધાન માટે ઝિંદગી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ની સૌ પ્રથમ એચ.આઈ.વી અને એઇડ્સ ની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષા માં બ્લોગ FORHIVFREE.BLOGSPOT.IN ની શરૂઆત કરવામાં આવી.  આજ ના ફેસબુક પ્રેમી યુવાનો ને યોગ્ય માહિતી તથા સવાલો ના જવાબ મળી રહે તે માટે Zindagi Foundation “For HIV free Generation” નામ નું પેજ પણ છે. 

ઝીંદગી ફાઉન્ડેશન ના દરેક સભ્ય હમેશા માનતા આવ્યા છે કે અમારી  જવાબદારી ફક્ત વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને સાજા કરવાની નથી હોતી પરંતુ સમાજની  દરેક વ્યક્તિ બીમાર ના પડે તેની જવાબદારી પણ અમારે જ લેવા ની હોય છે. આ જવાબદારી ના ભાગ રૂપે મેં સમાજ માં એચ.આઈ.વી નો ફેલાવો અટકે તે ઉદેશ્ય થી ઝીંદગી ફાઉન્ડેશન દ્વારા જન જાગૃતી નું કામ કરી રહયા છે. 

        એમ સમાજમાં એચ.આઈ.વીવિશેની જાગૃતિ  ફેલાવવા માટે સક્રિય રીતે કાર્યરત છે. આ માટે તેઓ ઝિંદગી ફાઊન્ડેશન ફોર એચ.આઈ.વીફ્રી જનરેશન” નામની સંસ્થા ની સ્થાપના કરી છેઆજના આધુનિક વિજ્ઞાને સિદ્ધકરી બતાવ્યું છે કે યોગ્ય સારવારથી એચ.આઈ.વીગ્રસ્ત વ્યક્તિ પણ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે છે. અમારી સંસ્થા ઉત્તમ સારવાર ની સાથે સાથે તેમના દ્વારા કરવા માં જન જાગૃતિ ના કાર્યક્રમ અને ટ્રેનીંગ માટે પણ એટલા જ જાણીતા છે. તે અત્યાર સુધી માં ૨૫ થી વધારે હોસ્પિટલ અને મેડીકલ એસોસીએશન ના ૨૦૦૦ કરતા પણ વધારે ડોક્ટર અને અન્ય  હેલ્થ કેર વર્કર ને ટ્રેનીંગ આપી ચૂકયા છે. આજ ના યુવાનો ઈન્ટરનેટ અને સોસ્યીલ મીડિયા જેમ કે ફેસબુક અને વોટ્સ અપ સાથે ખુબ સારી રીતે જોડાયેલ છે. આ માટે જ યુવાનો માં જાગૃતિ લાવવા માટે તેમણે  FORHIVFREE.BLOGSPOT.IN નામ નો બ્લોગ  ની શરૂઆત કરી. અનેક વખત એવું જોવા મળ્યું છે કે એચ.આઈ.વી સાથે જોડાયેલ સમાજ માં પૂર્વધારણા અને ગેરમાન્યતાઓ ને કારણે ઘણા લોકો એચ.આઈ.વી વિશે રૂબરૂ વાત કરવા માટે મુંજવણ અનુભવતા હોય છે. આ મુશ્કેલી દુર કરવા માટે અને  યુવાનો સાથે સીધી રીતે જોડાઈ શકે તે માટે ફેસબુક પેજ Zindagi Foundation "For HIV Free Generation" દ્વારા ઉપલબ્ધ રહીને યુવાનો ને તેમના સવાલો ના જવાબ આપવા ઉપરાંત એચ.આઈ.વી ની જાગૃતિ માટે પોસ્ટ મુકતા હોય છે.

એચ.આઈ.વી ગ્રસ્ત લોકો માટે એક પ્રેરણા : રેણુકા કુંજડીયા "એક સત્ય કથા"

     મારું નામ રેણુકા કુંજડીયા છેસોરાષ્ટ્રના વતની અને મારો જન્મ સુરતમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો છે. અમે બે બેહેન અને એક ભાઈ, એમાં સૌથી મોટી હું.મારી ઈચ્છા અભ્યાસ કરીને એક શિક્ષીકા અથવા પરિચારિક બનવાની હતી. પરંતુ રૂઢીવાદી સમાજના રીતી રીવાજો પ્રમાણે અમારી જ્ઞાતિના એક છોકરા સાથે ૧૪ વર્ષની ઉંમરે સગાઇ અને ૧૬ વર્ષ ની ઉંમરે મારા લગ્ન કરી દેવામાં આવ્યા જયારે હું ધોરણ ૧૨ ના અભ્યાસ કરતી હતી.
     લગ્ન થયા પછી પણ મારે અભ્યાસ કરવાની ઈચ્છા હતી તેથી  મેં મારા પતિ ની મંજૂરી લઇ ધોરણ ૧૨ ની પરિક્ષા પાસ કરી અને ગ્રેજ્યુએશન શરૂ કર્યું. તે ખર્ચ ને પહોંચી વળવા પ્રાઇવેટ શાળા માં શિક્ષક તરીકે ની નોકરી પણ શરૂ કરી હતી અને સમયગાળા દરમ્યાન હું બે બાળકો ની માતા બની. બે બાળકો સાથે અમારું કુટુંબ સુખ શાંતિથી એક પંખી ના માળાની જેમ જીવન જીવી રહ્યા હતા.
     લગના ૧૨ વર્ષ સુખશાંતિ થી વિતાવી રહ્યા હતા. અને અચાનક મારા પતિ ને ચામડી નું ઇન્ફેકશન થયું. ઘણી સારવાર કરવા છતાં પણ કોઈ ફરક પડતો ના હતો. તેથી ચામડી ના ડોકટરે એચ.આઈ.વી ટેસ્ટ કરાવ્યો અને રીપોર્ટ પોઝીટીવ આવ્યો. હું વાત થી અજાણ હતી અને મને બાબતે કોઈ વાત ની ખબર નહોતી. રીપોર્ટ વિષે મારા પતિ તેમજ તેમના એક મિત્રને જાણ હતી. પરંતુ એક દિવસ મારા હાથ માં ફાઈલ આવતા મને એચ.આઈ.વી ના રીપોર્ટ વિશે જાણ થઇ. પછી મારા પતિ ને રીપોર્ટ બાબતે કહ્યું ત્યારે તેમને ખુબ દુખ થયું અને મને કહ્યું કે તું મારા વિષે શુ વિચારશે અને તને પણ દુખ થાય માટે તને નથી કહ્યું.
     તેમને સાંત્વન્ત આપતા હું તેમને નજીક ના હેલ્પ સેન્ટર પર લઇ ગઈ અને ત્યાંથી એચ.આઈ.વી વિશે જાણકારી મેળવી. સુરત માં ત્યારે સરકારી દવા મળતી ના હતી તેથી પ્રાઈવેટ માંથી સારવાર કરાવતા હતા. મારા પતિ બીમારી ને કારણે લોકો કે સામાજ શું કહેશે વાત ને લઇ ને ખુબ દુ:ખી રહેતા હતા. પોતે ઘરમાં કોઇને   બીમારી વિષે જણાવવા માંગતા હતા અને મને પણ કોઈને કેહવાની નાં પાડતા હતા. માનસિક રીતે ખુબ અસ્વસ્થતા અનુભવતા હતા. તેને કારણે તેમની તબિયત વધુ ને વધુ ખરાબ થતી હતી. વધુ તબિયત લથડતા છેવટે મારા પતિ ની મરજી હોવા છતાં મારી ફરજ પ્રમાણે મેં મારા દિયર ને ભાવનગર થી બોલાવી બીમારી વિશે જણાવ્યું. અને મારા પતિ ને જે ડર હતો તેજ થયું.
     એક.આઈ.વી. એઇડ્સ ની જાણકારીના અભાવને કારણે મારા સસરા પક્ષ ના લોકોએ ભેદભાવ જેવું વર્તન કર્યું. ત્યારપછી મારા પતિ વધુ ને વધુ બીમાર રહેવા લાગ્યા. એમને થયું કે મારા ભાઈઓ આવું વર્તન કરશે તો સમાજ ના લોકો મને શું કેહશે? મને કેવી રીતે સ્વીકારશે? મારે જીવી ને હવે શું કામ છે. એવુંજ વારંવાર મને કહ્યા કરતા. તેમના મિત્ર પણ તેમને ઘણું સમજાવતા તો તેમને પણ કહેતા કે તું મારા બાળકો ને જોજે, હું હવે જીવવાનો નથી.
     પછી એટલી જીદ કરતા કે મારે હવે મારવાનું છે તો મારે મારા વતનમાં જવું છે. અને મને કેહતા કે તું મને ગામડે મારા ઘરે લઈ જા. પરંતુ હું મજબૂર હતી. મારા સસરા ઘરના ગામડે રહેતા ભાવનગર માં રહેતા હતા. અને ભેદભાવ ભર્યું વર્તન કર્યું હોવાથી ત્યાં જવું પણ કેમ. તેમને પણ સમાજ નો ડર હતો. હું ત્યાં કેવી રીતે લઇ જઇ શકું. હું પણ ખુબ ચિંતામાં માં રહેતી કે હું શું કરું. મારી નોકરી, મારા બંને બાળકોનો અભ્યાસ અને વારંવાર હોસ્પિટલની દોડાદોડ બધું મારી એકલીએ સાંભળવાનું હતું. ઘણા વિચારો કર્યા બાદ મારા મોટા નણંદ ને ફોન કરી બધી વાત જણાવી જે ભાવનગર ની બહાર એક ગામડામાં રહે છે. તેમણે કહ્યું કે થોડા દિવસ મારા ઘરે મૂકી જા ગામડાનું વાતાવરણ અને ખોરાક મળતા તબિયતમાં સુધારો આવી જશે અને મને ઘણું આશ્વાશન મળ્યું અને હું મારા પતિને મારા નણંદને ત્યાં મૂકી આવી. મારે અને મારા બાળકો ને ૧૫ દિવસ નું દિવાળી વેકેશન પડવાનું હોવાથી હું પછી લઇ જઈશ અથવા ગામડે જવું હશે તો ત્યાં લઇ જઈશ.
     ત્યાં મારા નણંદ ને હું રોજ ફોન કરતી તો કહેતા કે તેમની તબિયત માં સુધારો આવે છે. અને હું મારા પતિ સાથે પણ ફોન પર વાત કરતી તો મને પણ સારું લાગતું. ત્યાંથી મારા સસરા તેમને ભાવનગર લઇ ગયા. ત્યાં ઉપર એક અલગ રૂમ માં રાખવામાં આવ્યા હતા. વાસણ, કપડા,પાણી બધું અલગ રાખવામાં આવ્યું હતું. વાત તી હું અજાણ હતી. હું મારા દિયરને રોજ ફોન કરતી તો કહેતા કે તેમને સારું છે અને ઉપર સુતા છે માટે મારા પતિ સાથે મારી વાત થતી નહોતી. મને એમ હતું કે માતા-પિતા અને ભાઈઓ તો ધ્યાન રાખેજ ને.
     પરંતુ એક દિવસ મારા નણંદ ના છોકરા ફોન કરી મારા પતિ સાથે વાત કરાવવા કહ્યું, ત્યારે મારા પતિએ મને એટલું કહ્યું કેતું મને અહીં થી લઇ જા, હું અહીં મરી જઈશ, મને દવા લેવા નથી લઇ જતા. સાંભળી ને તો હું એકદમ અવાક બની ગઈ અને મેં કહ્યું કે કાલે હું તમને લેવા આવું છું. અને એજ દિવસે સાંજે દસ વાગ્યે મારા કાકી સાસુ અને તેમના દીકરા બંને મારા ઘરે આવ્યા અને મને કેહવામાં આવ્યું કે તમને બાળકો સાથે ગામડે બોલાવે છે અને તેઓ મને આટલું કહી ને ચાલ્યા જાય છે. મને થયું કે આજે મારા પતિ સાથે મારી વાત થઇ ત્યારે ભાવનગર હતા, અને હવે મને બાળકો લઇ ને ગામડે બોલાવે છે. અને ત્યારે આવી હાલત માં હું બાળકો લઇને કેવી રીતે જાઉં. રાત્રે બાળકો ને એકલા સુતા મૂકી ને હું મારા ભાઈ ને ઘરે ગઈ, ત્યાં મારો ભાઈ બહારગામ ગયો હતો. બધી વાત મારા ભાભી ને કરી. વહેલી સવારે મારા ભાભી મને મારા ગામ વતનમાં મુકવા આવ્યા. જયારે અમે ગામ પોહ્ચ્યાં તો ત્યાં ઘરે કોઈ નહોતું. થોડી વાર પછી મારા પતિ ને ભાવનગર થી ગામડે લાવવામાં આવ્યા ત્યારે મને એવુજ લાગ્યું કે મારા પતિ ની લાશ છે અને હું રડતી રહી, ત્યારે મારા ભાભીએ મને શાંત કરી કહ્યું કે મારા ભાઈ સારા છે. તેમને સારું થઇ જશે. મારા ભાભી મને ગામ મૂકી તેઓ તેમના ગામ ચાલ્યા ગયા.
     ગામડે પણ મને અને મારા પતિને એક અલગ રૂમ માં રાખવામાં આવ્યા. અમારા વાસણ, કપડા અને પાણી પણ અલગ આપી દેવામાં આવ્યા. રૂમ માં મારા બાળકોને પણ આવવા દેવામાં આવતા નહિ. જોઈ ને મને ખુબ દુ: થતું હતું, હું કોઈને કઈ કહી શક્તિ નહોતી. અને દિવસ બાદ સાંજે મારા પતિ નું અવસાન થયું. તે સમયે હું ત્યાજ હતી ને ત્યાં બેભાન થઇ ગઈ હતી. મારા બાળકોને તેમના પિતાનું અગ્નિસંસ્કાર પણ કરવા દેવામાં આવ્યું નહોતું. ત્રણ દિવસ પછી જ્યારે લોકોકિક રીવાજ મુજબ મારા પિયર ના લોકો આવ્યા. ત્યારે મારી નાની બહેન મને ત્યાં જોતા તેણે મારી દેરાણી ને પૂછતાં જણાવ્યું કે તે (હું) બાજુની રૂમ માં સુતા છે, અને તે મને જોવા આવી તો ત્યાં મને બેભાન અવસ્થામાં જોઈ તરત મારા ભાઈ અને પપ્પા ને બોલાવ્યા. મારી આવી હાલત જોતા તેઓ પણ સ્તબ્ધ થઇ ગયા, ત્યારે મારા ઘરના કઈ ના કહ્યું ને મારા બંને બાળકો ને લઇ ને ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે મારા ભાઈ બહેન પાછા મને લેવા આવ્યા અને ત્યાંથી મને મારા પિયર લઇ જવા માં આવી. અને મારી સારવાર ચાલુ કરાવી બારમાં ની વિધિ બાકી હોવાથી તેઓ મને મારા સસરા ના ગામ પાછા મૂકી ગયા.
     બારમાના બીજે દિવસે મને બેભાન જોઈ મારા દિયર અહમદાવાદ હોસ્પિટલ લઇ ગયા ત્યાં મને દાખલ કરવામાં આવે છે. ત્યાં મને ભાન આવતા અહમદાવાદમાં રેહતા મારા માસી ને હોસ્પિટલ બોલાવી લીધા. માસી મારા મમ્મી-પપ્પા ને ગામડે થી બોલાવી લીધા. અહમદાવાદ ની હોસ્પિટલ માં પાંચ દિવસ થયા છતાં મારી તબિયત માં સુધારો આવતા હાલત ખુબ વાધરે ખરાબ થતી જતી હતી. ત્યારે ડોકટરે કહ્યું કે રેણુકાબેન ને ઘરે લઇ જાવ અને જેટલી સેવા થાય એટલી કરો. અને મને હોસ્પિટલ માથી રાજા આપી દીધી. રાજા બાદ મારી એવી પરિસ્થિતિ હતી કે હું ગામડે મારા ઘરે કે સુરત પોહચી શકીશ કે નહિ એવું બધા લોકો ને જણાયુ. પરંતુ મારા માસી મને અહમદાવાદમાં તેમના ઘરે લઇ ગયા અને ખુબ સાળ-સંભાળ થી મારી સેવા કરી. અને ૧૫ દિવસ પછી મારી તબિયત માં સુધારો જણાતા પછી હું એજ ડોક્ટર પાસે ગઈ, જે ડોક્ટર મને હોસ્પિટલ માંથી રાજા આપી હતી. અને ડોક્ટર પણ મને જોઈ ને ચોંકી ગયા. તેમણે મારી દવા શરૂ કરી અને કહ્યું કે દવા મહિના સુધી લેવની છે. લોહીમાં કમળો છે સારું થઇ જશે. હું મારા બાળકો નું ભવિષ્ય બગડવા નોહતી માંગતી, હું દવા લઇને સુરત આવીને મારી અને મારા બાળકોની સંભાળ રાખવા મારા માતા-પિતા મારી સાથે સુરત રહેવા આવ્યા.
     મહિના થયા છતાં મારી તબિયત વારંવાર બગડતી રહેતી. સુરતમાં મારા પપ્પાને રૂમના ભાડા બાળકોની બધીજ જવાબદારી મારા સારવાર ખર્ચ બધુજ તેમના માથે આવી પડયું અને તેમને આર્થિક પરિસ્થિતિ સામનો કરવો પડ્યો અને બધા કહેતા કે હવે નહી જીવી શકે. છેલ્લે મારા પપ્પાએ મારા એક બાળકને હોસ્ટેલમાં ભણવા મોકલ્યો એક બાળકને સુરતમાં રહેતા મારા ભાઈને ઘરે રાખવામાં આવ્યો .અને મારી બહેન મને જામનગર લઈ જાય છે .આમ અમારું ઘર વીખરાય જાય છે. પરંતુ મને જામનગર મારું મન માનતું હતું બાળકોની યાદ ખુબ આવતી હતી ત્યાં એક મહિનો રહ્યી અને હું મારા પપ્પા ના ઘરે ગામડે પછી આવી ગઈ ત્યાં પણ મને ગમતું નહી મારા બંને બાળકોના ભવિષ્યને લઇને હું ખુબજ વ્યથિત રહેતી હતી. મારી તબિયત સારી રહેતી હતી થોડા દિવસ પછી મારા માસીએ  મને અમદાવાદ બોલાવી લીધી જે અમદાવાદ ની બાજુના ગામડા માં રહેતા મારા બીજા માસી, એમ બંને માસી ના ઘરે બે-બે મહિના રહી. તેઓએ મારી ખબૂ કાળજી પૃવર્ક દેખભાળ કરી, જેથી મારા સી.ડી.-૨૪ થી વધી ને ૩૫૬ થયા અને વજન ૨૮ કિલો થી વધી ને ૫૦ કિલો થઇ ગયું. ત્યાં એકદમ સ્વસ્થ થઇ ગઈ.
     ત્યાંથી હું પાછી મારા પપ્પા ના ગામ આવી. પરંતુ મારે મારા પિયરમાં ઓશિયાળું જીવન જીવવું હતું. મારે મારા બાળકો સાથે રહેવું હતું. એમનું ભવિષ્ય બગડવા દેવું હતું. માટે મારા પપ્પા ને મેં કહ્યું મારે સુરત રહેવા જવું છે. મારા પપ્પાએ કહ્યુ કે તું ત્યાં જઈને હવે શું કરીશ. માંડ આટલી સાજી થઇ છે. મેં કહ્યું કે હવે હું સાજી થઇ ગઈ છું- હું પાછી નોકરી કરીશ અને મારે બાળકોને આગળ ભણાવવા છે. ત્યારે મારા માસીએ પણ કહ્યું કે તેને સુરત જવું છે તો જવા દો, આપણે બધા થઇને તેને મદદ કરીશું. મારા પપ્પાનું મકાન સુરત માં ભાડે આપેલું હતું તેમાંજ એક રૂમ ખાલી કરાવી તેમાં હું સુરત રહેવા આવી. જેથી મારે ભાડે ના રેહેવું પડે અને એચ.આઈ.વી ના લીધે મને મકાન ખાલી ના કરાવે. અને મારા મોટા બાળક ને મારી સાથે રહેવા બોલાવી લીધો જે એક વર્ષથી મારા ભાઈ સાથે સુરત માં રહેતો હતો. અને હું જે મકાન માં રહેતી હતી તે મકાન ના બાળકોને ટ્યુશન આપવાનું શરુ કર્યું. થોડા દિવસ પછી એક કોમ્પ્યુટર ક્લાસ માં મને પાર્ટ ટાઇમ નોકરી મળી ગઈ. દવાનો ખર્ચો તો મારા પપ્પા પૂરો પાડતા હતા. પણ ઘર ખર્ચ જે હું કામ કરતી તેમાંથી નીકળી જતો હતો. મારો મોટો દિકરો ગજેરા વિદ્યાભવન સ્કુલમાં ભણતો હતો તેની સ્કુલ ફી માફ કરી દેવામાં આવી હતી.
     મહિના પછી મેં મારા નાના દીકરા ને પણ મારી  સાથે રહેવા સુરત બોલાવી લીધો. તેને પણ ગજેરા વિદ્યાભવન સ્કુલ માં મુકવામાં આવ્યો અને તેની ફી પણ માફ કરવામાં આવી. જેથી મને ઘણું આશ્વાસન મળ્યું અને મારા બાળકોની અભ્યાસ ની ચિંતા ઓછી થઇ ગઈ. અને ત્રણે સાથે રહેવાથી ઘણી ખુશી મળતી હતી. મારા એક બાળક ને ડોક્ટર અને એક બાળક ને સામાજિક કાર્યકર્તા બનાવવાની મારી ઈચ્છા હતી.
     એક દિવસ મને જે સંસ્થા વિશે માહિતી હતી સંસ્થા જી.એસ.એન.પી+ માં જવાનો વિચાર આવ્યો અને એક દિવસ સવારે હું સ્મીમ્મેર હોસ્પિટલ ની સંસ્થા માં ગઈ. મારે પણ સંસ્થામાં જોડાવું છે અને કઈક લોકોને આના વિષે જાણકારી આપવી છે એવા ઈરાદા સાથે હું મારા બાયોડેટા પણ લઇ ને ગઈ હતી. ત્યાં મારું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. મારી જેવી એચ.આઈ.વી ની બીમારી વાળા ઘણા લોકો જોવા મળ્યા. ત્યારે મને પણ એવું થયું કે લોકો એચ.આઈ.વી સાથે સારું અને હકારત્મક જીવન જીવી રહ્યા છે તો હું કેમ જીવી શકું. અને મેં પણ કહ્યું કે મારે તમારા લોકો સાથે કામ કરવું છે. મારા બાયોડેટા પણ આપ્યા. ત્યારે જગ્યા ખાલી નથી એવું કહ્યું પરંતુ જગ્યા ખાલી થતા તમને જાણ કરીશું તેવું કહેવામાં આવ્યું. અને તમારે ગમે ત્યારે કોઈ પણ કામ હોઈ તો અહીં આવવું એમ જણાવવામાં આવ્યું કે તમે સેવા આપવા માટે પણ આવી શકો છો. અને મેં એક વોલેન્ટીયર તરીકે જવાનું શરૂ કર્યું. ત્યાર પછી મને એક દિવસ જાણવા મળ્યું કે આવ્યું કે જી.એસ..સી.એસ માં ઈન્ટરવ્યું છે, જો તમને આઈ.સી.ટી.સી માં નોકરી કરવાની ઈચ્છા હોઈ તો અમદાવાદ ઈન્ટરવ્યું આપવા જવાનું છે, અને હું ઈન્ટરવ્યું આપવા અમદાવાદ ગઈ. જ્યાં આઇ.સી.ટી.સી કાઉન્સેલર તરીકે મારું સિલેકશન થયું. અને સ્મીમ્મેર હોસ્પીટલમાં આઈ.સી.ટી.સી કાઉન્સેલર ની મને નોકરી મળી ગઈ. સંસ્થામાં જોડાયેલ હોવાથી મારી .આર.ટી દવાનો ખર્ચ પણ ઓછો થઇ ગયો હતો અને મને કામ કરવું પણ ખુબ ગમતું હતું.
      હું અનુભવ કરતી હતી કે મને જીવવા માટે સાચી દિશા મળી ગઈ છે જેથી લોકોને પણ બીમારી સાથે સારું અને હકારત્મક જીવન કેવી રીતે જીવવું તેની સાચી સમજ આવી જેથી લોકો ની ગુણવત્તામાં વધારો કરી શકું. નોકરી સાથે સાથે એન.એસ.પી.+ માં પણ સેવા આપવાનું શરુ કર્યું ત્યાં વૂમન્સ ફોર્રમ ની પણ રચના કરવામાં આવી. તેમાં હું બોર્ડ મેમ્બર બની. રાષ્ટ્રીય સ્તર પર સિંગલ નેશનલ વુમન ફોરમ ની સ્થાપના કરવામાં આવી તેમાં પણ કમિટી મેમ્બર તરીકે મારુ જોડાણ થયું અને એની હું બોર્ડ મેમ્બર બની. હું જે .આર.ટી દવા લઇ રહી હતી તેની આડસરથી મારા બંને પગમાં 2011 માંબે વાર ઓપરેશન કરવું પડ્યું હતું , ત્યારે પણ હું ફરીને પહેલા ની જેમ ચાલી શકીશ કે નહિ, પ્રશ્ન હતો.
     એક વાર ઓપરેશન કરવાથી ઓપરેશન સફળ થયું. છતાં હિંમત હારી અને ફરીને મેં ઓપરેશન કરવાની મંજુરી આપી અને ઓપરેશન કરવાનો અને સફળ બનાવવા માટે મને હિંમત આપનાર રિલાયન્સ સેન્ટર ના ડો. મેવારા સર જેઓએ ખુબ મોટો ફાળો આપ્યો છે. સતત બે માસ તેમની નજર સમક્ષ રાખવામાં આવી હતી. અને આજે હું પી.પી.ટી.સી.ટી કાઉન્સેલર તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અને ઝિંદગી ફાઉન્ડેશનસંસ્થા જે એચ.આઇ.વી. વિષે ની જાગ્રુતતા લાવવા માટે કાર્યરત છે તેમા જોડાઇ ને અન્ય એચ.આઈ.વી એઇડ્સ પર કામ કરતા ઘણા લોકોને મદદ કરું છુ.
                     હાલ હુ સમયસર અને નિયમીત દવા લઇ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યી છું. અત્યારે મારો મોટો દિકરો બી.એચ.એમ.એસ અને નાનો દિકરો એન્જીનીયર નો અભ્યાસ કરી રહ્યા છે. હાલ હું મારા બન્ને બાળકો સાથે ખૂશી થી જીવન જીવી રહ્યા છીએ. મારા કુંટુંબ ના પણ સૌવ કોઇ મારી સાથે સારો વ્યવહાર કરી રહ્યા છે.અને સમાજ ના લોકો પણ સ્વીકાર કરી લીધો છે.     

                      ખાસ તો મારો જીવન પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરતા આપને બધાને મારો એટલો સંદેશ છે કે જીંદગી ભગવાન તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. જો તેને સમજી ને જેવવામાં આવે તો વસ્તવિકતા નો સ્વીકાર કરીને તેને આપણે બદલાવી પણ શકીયે છીએ. પરંતુ જીંદગી હંમેશા સારી હોઇ છે. તેને કેવા પ્રકારની બનાવવી તે મનુષ્ય પર આધારીત હોઇ છે. મનુષ્ય ધારે તો તેના માટે કશું શક્ય નથી. જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા કરવાના કારણ કે તો કુદરત નો ક્રમ છે તેની ગતિ ખૂબ ન્યારી છે. પરંતુ ક્યારેય દુખોથી હાર માનવી